બુધવાર, 15 ડિસેમ્બર, 2021

ન થવા જોઈયે

સાંભળો કામ ખોટા કદી ન થવા જોઈએ

આંખમાંના સરોવર નદી ન થવા જોઈએ

અભણ અમદાવાદી

સોમવાર, 13 ડિસેમ્બર, 2021

ઓળખે છે(ગઝલ)


પ્રવાસી રહ્યો છું સદાકાળથી હું ધરા પર સતત આવ જા મેં કરી છે
સદીઓથી મારી ખબર છે દિશાને યુગોથી મને કાફલા ઓળખે છે

'અભણ' છું છતાં, શબ્દનો સાથી છું શારદાએ કૃપા દ્રષ્ટિ અઢળક કરી છે
અલંકાર, કર્તા, વિશેષણ, ક્રિયાપદ, ગઝલ, જોડણી, કાફિયા ઓળખે છે

ખબર છે! સતત, તારા સંબંધીઓ સાથે મેં ઓળખાણો વધારી છે માટે
મને તારી આ માંગ, સિંદૂર, સાડીના ગોટા અને આભલા ઓળખે છે

'અભણ'થી વધારે નથી શૂન્યની પાસે કોઈ અનોખો છે સંબંધ અમારો
આ સંબંધની વાસ્તવિકતાને આકાશ ધરતીની આબોહવા ઓળખે છે
અભણ અમદાવાદી