બુધવાર, 24 ઑગસ્ટ, 2011

લાજ શરમ

અન્નાએ સરકારને ભેખડે ભરાવી
કેન્દ્રની સરકારે મર્યાદાને લજાવી


મૂંઝવણ
અન્ના એ સરકાર ને મૂંઝવણમાં મૂકી
બળતી મશાલ અંધારા રણમાં મૂકી


અન્ના-ને સમર્પણ
અન્ના એ અન્ન ને ના પાડી
સરકારની ધીરજ ખૂટાડી


શ્વાસે શ્વાસે, દડમજલ છે, જિંદગીમાં હંમેશા,
જોઈ લેજો, બસ હરણને, વાઘથી જે બચે છે.
અભણ અમદાવાદી

ચૂર છે ચકચૂર છે.
ઘેન બહુ મગરુર છે.

થા ન ઊતાવળો,
દિલ્લી બહુ દૂર છે.
...
ઘાવ પર ઘાવ દે,
કાંટો આ ક્રૂર છે.

દેશ માટે મળે,
મોત મંજૂર છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો