સોમવાર, 30 એપ્રિલ, 2012

મુંઝવણ

મસમોટી છે મુંઝવણ કોઈ અમને રસ્તો બતાવો
ચક્ર ચલાવીએ ભૂખા રહીએ કોઈ તો રસ્તો બતાવો

ઘાતક હુમલા સંસ્કૃતિ પર
ઘાતક હુમલા ભારત પર
ઘાતક હુમલા માનવતા પર
ઘાતક હુમલા આઝાદી પર.....થઇ રહ્યા છે...કોઈ અમને.

આદર્શો બે મોહનનાં છે નજરની સામે
આદર્શો બે વિચારનાં છે નજરની સામે
આદર્શો બે યુદ્ધોનાં છે નજરની સામે
આદર્શો બે યુગના છે અમ નજરની સામે.......................મસમોટી છે

જીવ્યો એક પળ પળમાં ને સિદ્ધાંતોમાં બીજો જીવ્યો
એકે કરીયા પાપ માફ સો ના માને તો ચક્રથી હણીયો
બીજાએ તો ગાલ બીજો થપ્પડ માટે સામે ધરિયો
નામ બંનેના સરખા પણ લીલા બંનેની જુદી છે................મસમોટી છે

દુશ્મનને માફ કરીને એકે એનો હિસાબ રાખ્યો
બીજાની માફીનું પાતર જાણે કે અક્ષય-પાતર
એકે અવસર આપ્યા શત્રુને પણ મર્યાદિત આપ્યા
બીજાએ તો અઢળક અવસર દુશ્મનને બસ આપ્યે રાખ્યા........મસમોટી છે

કા'નાએ સોગન તોડીને ધર્મ અર્થે શસ્ત્ર ઉપાડ્યા
લાઠી ગોળી ગાંધીજીએ ચુપચાપ બસ ખાધે રાખ્યા
એકે યુદ્ધભૂમિને પણ જીવનનો એક ભાગ ગણીયો
ગાંધીજીએ અહિંસાને શત્રુ વિજયનો માર્ગ કહીયો.............મસમોટી છે
અભણ-નિકેતા

વિચાર-ભવન (ગઝલ)

નિજ વિચારોના ગગનમાં છે મજા
ભાવવાહી આ ભવનમાં છે મજા

લાવતી હો જે હવા તાજી ખબર
તે ખબરને તે પવનમાં છે મજા

દીકરી છે ફૂલ જેવી સૌ કહે
ફૂલ મ્હેકે તે ચમનમાં છે મજા

રૂપ કેફી આંખ મદિરા તુજ સનમ
જામ જેવી તુજ બદનમાં છે મજા

જ્યારે સળગે બેવફાઈ આગમાં
એક નોખી તે અગનમાં છે મજા

યુદ્ધથી ક્યાં છેવટે કલ્યાણ છે
શાંત મનમાં ને અમનમાં છે મજા

કામ રોપે રામને જો બીજમાં
પ્રેમ પાવન તે શયનમાં છે મજા
અભણ અમદાવાદી