સોમવાર, 30 એપ્રિલ, 2012

વિચાર-ભવન (ગઝલ)

નિજ વિચારોના ગગનમાં છે મજા
ભાવવાહી આ ભવનમાં છે મજા

લાવતી હો જે હવા તાજી ખબર
તે ખબરને તે પવનમાં છે મજા

દીકરી છે ફૂલ જેવી સૌ કહે
ફૂલ મ્હેકે તે ચમનમાં છે મજા

રૂપ કેફી આંખ મદિરા તુજ સનમ
જામ જેવી તુજ બદનમાં છે મજા

જ્યારે સળગે બેવફાઈ આગમાં
એક નોખી તે અગનમાં છે મજા

યુદ્ધથી ક્યાં છેવટે કલ્યાણ છે
શાંત મનમાં ને અમનમાં છે મજા

કામ રોપે રામને જો બીજમાં
પ્રેમ પાવન તે શયનમાં છે મજા
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો