બુધવાર, 13 જૂન, 2012

ક્યાં મળે છે?(ગઝલ શાલિની છંદ)

પારેવાં શા, માનવી ક્યાં મળે છે?
આજે સાદા, મ્હારથી ક્યાં મળે છે?

શોધી શોધી, લોથ હું થૈ ગયો છું
ફૂટે ના એ, માટલી ક્યાં મળે છે?

માપે સાચી, રીતથી માણસોને
સાચા બોલી, માપણી ક્યાં મળે છે?

જોઈ રંગો, ફૂલને પૂછવું છે
ક્યાંથી લાવ્યા, તાજગી ક્યાં મળે છે?

કોઈ આપી, નૈ શકે રે જવાબ
પૂછો મા ભૈ, ખાતરી ક્યાં મળે છે?
અભણ અમદાવાદી

2 ટિપ્પણીઓ:

  1. વાહ સરસ ગઝલ.. જોઇ રંગો,ફૂલોને વાળો સ્ગેર ખૂબ જ ગમ્યો,,આભાર સાઈટ મોક્લવા માટે

    જવાબ આપોકાઢી નાખો