ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2024

લોકભાષામાં સદા(ગઝલ)




કાવ્ય રચવા લોક ભાષામાં સદા 
શ્વાસ લેવા માતૃ ભાષામાં સદા

ખાંડ જેવા શબ્દ સાધે લક્ષ્યને
વાત કહેવી નેક ભાષામાં સદા

મૌનની ભાષાને સમઝે આંખને
આંખ બોલે મૌન ભાષામાં સદા

વ્યાકરણની આંગળી પકડી 'અભણ'
ભાવ ચિતરે કાવ્ય ભાષામાં સદા
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો