બપોરના લગભગ દોઢ વાગ્યા હતા. રાકેશ પોતાના ફ્લેટ ના ડ્રોઇંગરુમ માં ખુરશી પર બેઠો હતો. એની સામે રાઈટીંગ ટેબલ પર પુસ્તકો, ડાયરીઓ અને રોજનીશી પડી હતી. રાકેશ રોજનીશી ના આધારે ભૂતકાળને વાર્તાઓ માં પરિવર્તિત કરી રહ્યો હતો. તે સમયે ઘરમાં તે એકલો જ હતો. અચાનક ડોરબેલ રણકી પણ રાકેશ નું ધ્યાન ભંગ ન થયું. તે વાર્તા લખવામાં એટલો તલ્લીન હતો કે ડોરબેલ ત્રીજી વાર રણકી ત્યારે એની એકાગ્રતા તૂટી. એણે પેન ટેબલ પર મૂકી અને આગંતુક નું સ્વાગત કરવા દરવાજા તરફ પ્રયાણ કર્યુ. જઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ મહેમાનને જોઈ રાકેશના ચહેરા પર હરખની લાગણી નૃત્ય કરવા માંડી. મુખમાં થી આનંદ અને આશ્ચર્ય મિશ્રિત ઉદ્ગાર નીકળ્યા "અરે, રોમા તમે?" રોમા બોલી "હા, હું" રાકેશની ખુશી જોઈ તેના ચહેરા પર પણ પ્રસન્નતાનો પ્રકાશ રેલાઈ ગયો. રાકેશ રોમા ના સ્વાગતાર્થે બોલ્યો "ફરી એકવાર મારા ઘરને પાવન કરો" સાંભળી રોમા ના ચહેરા પર સ્મિત આવી ગયું. તે સસ્મિત બોલી "તમારા ચહેરાની પ્રસન્નતા અને અવાજની ખુશી અણસાર આપી રહ્યા છે કે ઘરમાં એકલા છો" સાંભળી રાકેશ બોલ્યો "હતો પણ હવે નથી" આટલી વાત કરતા કરતા બંને દરવાજાથી સોફા સુધી પહોંચી ગયા. રાકેશે રોમાને બેસવા માટે કહી અને રોમાં એ વિનંતીને સ્વીકારી શિષ્ટાચાર નિભાવ્યો. રાકેશ પણ સોફા પર બેસી ગયો.
દરેક પળે વખ નો જામ પીવું છું
જો સંભવ હોય તો દરેક પળે
મને તારો સાથ જોઈએ જો
તું સાથે હોય તો જીવન વહેતી ધારા છે
નહીતર તો જીવન જીવન નહી રણ છે
નામ એનું સહારા છે
રોમના મુખેથી વહેલી શબ્દ સરવાણી સાંભળી રાકેશ બોલ્યો "લાગે છે આજે તું બહુ જ તોફાની મૂડમાં છે.? આ એકાંત મનગમતાં વ્યક્તિનો સાથ કોને "તોફાની" ના બનાવે" રાકેશે શબ્દ રમત આગળ વધારી "શરારત માં ક્યારેક ખરેખર તોફાન આવી શકે છે અને તું સારી પેઠે જાણે છે હું કયા તોફાન ની વાત કરું છું" રોમા "હમમમ હું નથી જાણતી નસીબ જરૂર જાણતું હશે" આ સાંભળી રાકેશ ઠંડો શ્વાસ ભરીને બોલ્યો "હા આ આ તું સાચું કહે છે નસીબ જરૂર જાણતું હશે: આપણું નસીબ મહેરબાન છે ને, જે છેલ્લા દસ વર્ષોથી આપણે સુખ દુઃખનું મન મુકીને આદાન પ્રદાન કરી શકીએ માટે માટે વરસમાં એકાદ અવસરની સગવડ આપે જ છે" રોમાએ સમર્થન કરતા કહ્યું "હા, ખરેખર આપે છે ને મને એટલે આપણા નસીબ પર ગર્વ છે આપને જે રીતે સંબંધ નિભાવ્યો છે_ _ _" રાકેશ એની વાત આગળ વધારતા બોલ્યો "એ ખરેખર અદભૂત છે. આપને આ દરમ્યાન પારિવારિક જીવન સાચવવાનું હતું , આપને મિત્રતા સાચવવાની હતી" રાકેશ ચુપ થયો તો રોમાએ ફરી વાતનો તંતુ સાંધતા કહ્યું "આ બધું આપણે કરી શક્યાં. કારણ કે નસીબ મહેરબાન હતું" રાકેશે મસ્તક હલાવી સહમતી આપી. રોમા બોલી " આ દસ વર્ષોમાં કુદરતે આપણને ઓછામાં ઓછા છ એવા અવસર આપ્યા છે કે જયારે આપણે ત્રણ થી ચાર કલાક એકલા હતા, બિલકુલ એકલા. અને આપણને ખબર પણ હતી કે હવે પછીના ત્રણ થી ચાર કલાક એકલા છીએ કોઈ વિઘ્ન આવવાનું નથી" રાકેશ કડી જોડતા બોલ્યો "પણ આપણે એ કાર્ય ના કર્યું જે પહેલી "એકાંત મુલાકાત" માં કરવા તૈયાર થઇ ગયાં હતા. આપણે મર્યાદાને ભંગ કરી નથી"
રોમા રાકેશની વાતને તર્ક દ્વારા ઉડાડતા બોલી " માફ કરજે, હું એક વાતની ચોખવટ કરવા માંગું છું. અહીં તેં જે મર્યાદાને ભંગ શબ્દ વાપર્યો છે એ મારી દષ્ટિ એ ખોટો વાપર્યો છે " રાકેશે પૂછ્યું " ચોખવટ કર જોઈએ" રોમા એ પૂછ્યું 'આને મર્યાદાને ભંગ ના કહેવાય. હું એટલું જ કહીશ આપણે એ કાર્ય ના કર્યું જે કાર્યની સુવિધા અને સગવડ કુદરતે દરેક પ્રાણી,પશુ,જીવજંતુ ને આપ્યાં છે. માનવીએ તે કાર્યને નિયમોમાં બાંધી દીધું છે.એ નિયમ તોડનારે મર્યાદાનો ભંગ કર્યો એમ કહેવાય છે. એમાં કુદરત ના કોઈ નિયમનો ભંગ થતો નથી હા માનવીએ બનાવેલા નિયમનો ભંગ થાય છે"
રાકેશ પૂછ્યું "આ વાતો તો પછી પણ થશે પહેલા એ બતાવ શું લઈશ. ઠંડુ કે ગરમ? કે નાસ્તો કે _ _ " રોમા એની વાત કાપીને બોલી "જવા દે ને યાર શું કામ ઔપચારિકતા ની વાત કરે છે તને ખબર છે એકલાં હોઈયે ત્યારે આપણી વચ્ચે ઔપચારિકતા નથી હોતી" પણ રાકેશ બોલ્યો "મિત્ર ઘેર આવે ને હું સરભરા ય લા કરું. એવુ કરીયે આપણે રસોડામાં જઈએ. હું ચા બનાવીશ આને તું વાતો કરજે. રોમા શસ્ત્રો હેઠાં મુકીને બોલી "સારું ત્યારે" બંન્નેએ રસોડામાં ગયા. રાકેશે જ્યાં સુધી ગેસ સ્ટવ તપેલીમાં ચા માટે પાણી મૂક્યું. રોમા એને મુગ્ધા ની જેમ નિહાળતી રહી. તપેલી મૂકી રાકેશ પાછો વળ્યો કે બંન્ને ટકરાઈ ગયા અને બંન્ને ય હસી પડ્યા. રાકેશે પૂછ્યું "શું નિરખી રહી હતી?" રોમાએ જવાબ આપ્યો "મને પોતાને" રાકેશ "મતલબ" જમણા હાથની પ્રથમ આંગળી રાકેશ સામે ચીંધીને બોલી "વિચારી રહી હતી આ માણસ મારી પુરુષ આવૃત્તિ છે કે હું એની સ્ત્રી આવૃત્તિ છું આ માણસમાં એવું શું છે જે મને એની પાસે ખેંચી લાવે છે ને જયારે એની પાસે હોઉં છું ત્યારે મારું મન, પ્રતિષ્ઠા સન્માનને એક બાજુએ કેમ મૂકી દેવા માંગે છે? રાકેશે કહ્યું "મને પણ આવા વિચાર આવે છે જો કે આ વિચાર એવું નથી ઈચ્છતા કે..." રોમાએ એની વાત અધુરી છોડાવી પોતે સ્પષ્ટતા કરી "આ વિચાર એવું નથી ઈચ્છતા કે આપને કાયમ ના સાથી બનીએ. હા આજ જેવી મુલાકાતો થતી રહે ,આપને પારિવારિક જવાબદારીઓ નિભાવતા રહીએ અને મૈત્રી પણ નિભાવીયે" પછી એક લાંબો શ્વાસ ભરીને બોલી "તું આ જ કહેવા માંગતો તો ને" રાકેશે સમર્થન કર્યું "હા, અને આપણા સંબંધમાં મારી દ્રષ્ટીએ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે કદી મુલાકાત નક્કી કરીને નથી મળતા. આજની જેમ મળી જવાય ત્યારે ભરપુર જીવી લિયે છીએ . આ અનિશ્ચિતતા જ કદાચ આપણા સંબંધને મજબૂતી આપે છે." રોમા એ સમર્થન કર્યું.આટલી વાતો થઇ એમાં ચા માટે મુકેલા પાણીમાં 'ખળભળાટ' થવા માંડ્યો એટલે રાકેશે ચા બનાવવાની બાકી રહેલી પ્રક્રિયામાં ધ્યાન આપ્યું. રોમા એને મુગ્ધતા થી જોઈ રહી.ચા થઇ ગઈ એટલે બે કપમાં રેડી બંને પોતપોતાના કપ લઇ ડ્રોઈંગરૂમ માં ગયા.
ડ્રોઈંગરૂમ માં બંનેએ પોતાના કપ સેન્ટર ટેબલ પર મુકી દીધા. કપ મુક્યા પછી રાકેશ શયનકક્ષમાં ગયો. પાછો આવ્યો ત્યારે એના હાથમાં અમુક ડાયરીઓ હતી.એ બધી ટેબલ પર મુકીને બોલ્યો "આ આપણું સહિયારું સર્જન છે અને આજે પાછા આપણે જૂની યાદોને નવો શબ્દદેહ આપીએ. રાઈટ?રોમા "ઓકે" રાકેશે ફરી પૂછ્યું "લાગણીઓને વ્યક્ત કરવામાં પુરેપુરો સહયોગ મળશે ને?" રોમા બોલી" અવશ્ય, તું જેવો ઈચ્છે એવો તું ચાહીશ તો શબ્દોથી ને તું ચાહીશ તો અભિનયથી" રાકેશ નો ઉત્સાહીત સ્વરમાં બોલ્યો "શું વાત છે." એને એક ડાયરી ખોલી પહેલી રચના વાંચી
ઝખ્મો ને ક્યારેય ગણો નહિ
આંસુઓનો સરવાળો કરો નહિ.
જીવન માટે લડવું લડે છે પરિસ્થિતિઓથી,
આંધી થી લડવાને બદલે
ઓલવાઈ જાય એ ખરો દીવો નથી
રોમાએ દાદ આપી "વાહ વાહ" રાકેશ બોલ્યો " જવાબ આપો મેડમ" રોમા ગળું ખોંખારીને બોલી " અવશ્ય"
જો તારો સાથ હોય તો આંધી શું છે?
કુદરતનો પણ સામનો કરી લઈશ
લડવું નહિ લડીને જીતવું જરૂરી છે,
એ પરાક્રમ આ જગતને બતાવી દઈશ
રાકેશ દાદ આપ્યા પછી બોલ્યો
લડીશું અને જીતીશું આપણો સાથ
કુદરતે જ નિભાવ્યો છે ને નિભાવશે
સંઘર્ષ આપણું નસીબ
વિધાતા પાસે ફરી લખાવશે
રોમા બોલી "ગજબના મૂડમાં લખી છે યાર " રાકેશ ફરી બોલ્યો
નિષ્ફળતાઓ ના કારણે જીવનથી બહુ નારાજ હતો
ખબર નહોતી મને કે તે પારસમણી બનાવે છે
રીત છે જીવનની કે તે પહેલા નેગેટીવ
અને પછી એને પોઝીટીવ બનાવે છે
આજે મન કહે છે તને સ્પર્શ કરું
મનના શમણા ને સાકાર કરું
રોમા તરફ આંગળી ચીંધીને બોલ્યો
દેખાય છે પારસમણી નું લક્ષ્ય પણ હાથ રોકાઈ જાય છે
એક કદમ પણ દુર નથી લક્ષ્ય, પગ પાછા પડી જાય છે
જયારે રાકેશ રચના વાંચી રહ્યો હતો ત્યારે રોમા રચના ના શ્રવણ સાથે સાથે એનો ચહેરો પણ વાંચી રહી હતી. રાકેશ ફરી બોલ્યો
મને ખબર છે તું મારી છે ઈચ્છવા છતાં તને અપનાવી નથી શકતો
માળી છું પણ હકીકતની ધરા પર શમણા ના ફૂલ ખીલવી નથી શકતો
વ્યક્ત થયેલી લાગણીઓ વિષે એક ક્ષણ વિચારીને રોમાએ પૂછ્યું "તું કેવી રીતે અપનાવવાની વાત કરે છે કાયદાકીય, સામાજિક, કે પ્રાકૃતિક? પછી એક ક્ષણ રોકીને બોલી શું આ ફક્ત કાવ્ય છે કે છે તારા મનની ચાહત
શું મારા માટે કરીશ તું આ દુનિયાથી બગાવત
પ્રશ્ન સાંભળી રાકેશ સ્મિત સહ રોમાની આંખમાં આંખ પરોવીને બોલ્યો
તું આને ફક્ત કાવ્ય સમજે એટલી નાદાન નથી
મુજ લાગણીઓથી તું સાવ અનજાણ નથી
રોમા ક્યાં એનાથી ઉતરતી શ્રેણીની વ્યક્તિ હતી.એ પણ રાકેશની આંખોથી આંખો મિલાવીને બોલી
આ સત્ય છે કે,
મારા દિલને તારા દિલથી
તારા દિલને મારા દિલથી
લાગણી છે
પણ શું? આપણને એકાંતમાં
મનસ્વી વર્તનની પરવાનગી છે ?
રાકેશે પ્રત્યુતર આપ્યો
મનસ્વી કોને કહેવાય એનાથી અનજાણ રહેવું સારું છે
મન કહે તે કહો અને કરો એટલું જ માનવું મારું છે
આ વેળા રોમા સમર્થનમાં બોલી " જો આજ તારો સિદ્ધાંત હોય તો હું નહિ રોકું તને. મારી માનવું છે કે મન કદી ખોટું કરાવતું નથી" સમર્થન મળવાથી રાકેશ નો જુસ્સો બેવડાઈ ગયો. એ બોલ્યો
ફક્ત હિંમત ના આપ કઈક પથ પણ બતાવ
એક હાથે તાલી ના વાગે હાથથી હાથ મીલાવ
વાક્ય પુરુ થતાં છે. એણે હાથને રોમા તરફ આગળ કર્યો . રોમાએ એની તરફ આવેલા હાથને સ્વીકાર્યો અને હાથમાં હાથ પરોવીને બોલી
જે રાહ પર તું જઈશ હું ફૂલો બિછાવી દઈશ
જો તે ફૂલ ન બની તો હું પાંપણો સજાવી દઈશ
વિનંતી છે
હાથમાં હાથ લીધો છે હવે સાથ છોડીશ નહિ
સંબંધના વહાણને છીછરા કિનારે ડૂબાડીશ નહિ
એક ક્ષણ અટક્યા પછી એક લાંબો શ્વાસ ભરીને બોલી
કાયરની જેમ જીવવું મને નથી મંજુર
પ્રાપ્ત કરી લો પ્રેમ હું તમારી છું હજૂર
આ શબ્દો ઉચ્ચારતી વેળા અને પછી પણ રોમા રાકેશ સામે ચાતક નજરે જોઈ રહી.રાકેશ એની પાસે સરકતા બોલ્યો
આ નિમંત્રણ છે કે વ્યંગ જરા સ્પષ્ટતા કરો સનમ
હું જે કરું છું શું તું પણ કરે છે એ જ ચિંતન મનન
જો તારું પણ હોય એ જ ચિંતન અને મનન તો
અણમાનીતી સાંકળો તોડી દઈએ ને આપણા
ઇતિહાસમાં એક યાદગાર ઘટના જોડી દઈએ
રોમા પણ એની તરફ સરકતા સરકતા બોલી "મેં ક્યારેય તારા પર વ્યંગ કર્યાં છે તે હવે કરીશ.હા એક વાત જરૂર કહીશ"
લક્ષ્ય છે મુશ્કેલ મુશ્કેલ છે સફર
પણ રાખજે આપણો નિર્ણય અફર
છેવટે તું છે મારા નસીબની રેખા
કર્મ કર પણ જોઈ ન જાય અદેખા
તને જ આપીશ તારી પાસે જ લઇશ
તારા પ્રેમ વિના સંસારમાં શું કરીશ
તને જ આપીશ તને જ પામીશ
પ્રેમની લેવડદેવડ તારી સાથેજ કરીશ
શબ્દો પુરા થતા થતા રોમા રોમા સોફા પર રાકેશને સ્પર્શીને બેસી ગઈ.રાકેશ એને આલિંગનમાં લેતા લેતા બોલ્યો "મને ખબર છે શું કરો રહ્યો છું પ્રકૃતિનો નિયમ પાળી રહ્યો છું" શબ્દો પુરા થયા ત્યાં સુધી રાકેશે રોમાને આલિંગનમાં લઇ લીધી અને રોમા પણ રાજી રાજી આલિંગનમાં સમાઈ ગઈ. આલિંગન બદ્ધ સ્થિતિમાં રાકેશ બોલ્યો "
આપણે સમજી લીધો એક બીજાનો ઈશારો
પછી સામે ભીંત પર જડાયેલા પૂર્ણ કદના અરીસા સામે જોઇને બાકી શબ્દોને હવા માં તરતા મુક્યા
અરીસામાં જો જરા કેટલો સુંદર છે નજારો
રાકેશના સંકેત પર રોમાએ અરીસા તરફ જોયું અને બંને એક સાથે હસી પડ્યા.અચાનક રોમાએ પૂછ્યું "અરીસા સિવાય તો આપણને કોઈ જોઈ નથી રહ્યું ને?" બંને જણાની નજર ફ્લેટ ના ખુલ્લા દરવાજા પર પડી.રોમાએ આલિંગન માં થી મુકત થઇ દરવાજો બંધ કર્યો અને ત્યાં ઉભા ઉભા બોલી
રૂમનો દરવાજો બંધ કરીને ભાગ્યના દ્વાર ખોલી રહી છું
વાદક નું નિમંત્રણ સ્વીકારી વાદ્ય ની બોલી બોલી રહી છું
વાક્ય પૂરું કરીને તે પાછી રાકેશના આલિંગનમાં ખોવાઈ ગઈ. બે એક કસાન આલિંગનમાં રહ્યા પાછી બોલી
સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો એ પ્રયોગ કરો રહ્યો છે તું
અંદાજ પ્યારા લાગે છે તારા ભલે 'સિતમ' કરી રહ્યો છે તું
ફરી એક લાંબો શ્વાસ ભરી ને બોલી
હીરાના હર કદી માંગ્યા નથી ઉપહાર માં
બસ તારો સાથ જોઈએ છે આ સંસાર માં
સફરનો એક સાથી સમજી ભૂલી ન જતો
ઈજ્જત નું ઘરેણું સોંપી રહી છું પ્યારમાં
રોમા ના મુખેથી સ્પષ્ટ સ્વીકારોક્તિ સાંભળી રાકેશ બોલ્યો
તારી આટલી છે તૈયારી તો એક વાત હું પણ કહું છું
તારી ખુશી સઘળા ગમ તારા આજ પછી છે મારા
ક્યારેક જીવનમાં એવા પડાવ પણ આવે છે
જયારે દિલ જીગરને હિંમત ચુર થઇ જાય છે
પણ જે થાકતા નથી હારતા નથી એમના
માટે લક્ષ્ય સામા પગલે ચાલીને આવે છે
આટલું બોલ્યા પછી રાકેશે પોતાને હોઠ રોમા ના 'ફૂલો' પર મુક્યા જેનો રોમાએ સહર્ષ સ્વીકાર કર્યો. રાકેશે રસપાન શરુ કરો દીધું.રસપાન બાદ રસપાન દરમ્યાન મનમાં ઉદભવેલા વિચારને રોમાએ વાણી દેહ આપ્યો
શ્વાસોના આ સંબંધને જીવનભર નિભાવજે
શ્વાસની ગૂંથણી ને ખુબ મજબુત બનાવજે
શબ્દો હવામાં વેરાયા પછી રોમા રસપાન માં વ્યસ્ત થઇ ગઈ.રસપાન દરમ્યાન જે લાગણીઓ મનમાં ઉભરી એને રસપાન બસ ફરી હવામાં છુટા મુક્યા
મારા શ્વાસોચ્છવાસ મહેક્યાં જયારે તે ફૂલો પર ફૂલ મુક્યા
ઘેલી થઇ....................ને સુગંધસાગર માં હું એવી ડૂબી કે
તમા........................મ જીવન સિદ્ધાંતોને મેં કોરાણે મુક્યા
સુગંધના સાગરમાં પ્રેમના વહાણમાં સફર કરવી છે
આનંદાતિરેક માં સંતોષના તટે મન મુકીને ફરવું છે
મેં ઘેલી એ એવું સાંભળ્યું છે કે
પ્રેમસાગર માં તો ડૂબનાર જ તરી શકે છે
સ્વને ગુમાવનાર જ સંતોષ તટે ફરી શકે છે
એટલો મારી પાસે આવ કે વચ્ચે કોઈ દીવાર ન રહે
અને એટલી દુરી પણ રહે કે ખોળો મારો બેદાગ રહે
ચાલ એ દુનિયામાં વિચરીયે,
જ્યાં હું 'હું' ને તું 'તું' નહી રહે
એક કામિની હશે ને એક મદન
બંને કરશે એક બીજાને ચંદન
પછી દીર્ઘ શ્વાસ ભરીને બોલ્યો
કામિનીને મદન એહ થશે ત્યારે
જીવન જીવવા લાયક થઇ જશે
લાગણીઓને લક્ષ્ય મળી જશે
મીઠું દર્દ સરગમ માં ઢાળી જશે
જે પળોમાં આપણે એક થઇ જઈશું
વ્યક્તિગત ઇતિહાસમાં સ્મરણીય થઇ જશે
માદક શબ્દો સાંભળી રોમાની આંખોમાં કામિની ઉતરી આવી.મદભરી ચાલે શયનકક્ષમાં પ્રવેશ કરતા કરતા બોલી
તારી સાથે હવે જે પળો હું જીવવાની છું
ગુલાબના ફૂલોની મદિરા પીવાની છું
મદિરા ની પ્યાલી પીતા પીતા બેધડક
આગનો દરિયો સનમ પાર કરવાની છું
શબ્દ પુરા થયા ત્યાં સુધી બંને શયન સેજ સુધી પહોંચી ગયા. સેજ પર બેસીને રાકેશે પૂછ્યું "કઈ સરગમ પસંદ કરીશ?"રોમાએ મલકીને જવાબ આપ્યો "ફક્ત વાદ્ય સરગમ" બે સેકંડ પછી ઝાંઝરના ઝણકાર જેવા ઉન્મુક્ત હાસ્ય સાથે બોલી "વાદ્ય સરગમ ને પ્લેબેક આપણે પૂરું પડીશું" રાકેશ"જેવી તારી મરજી" રાકેશે સ્વર યંત્ર [સીડી પ્લેયર] પાર સ્વર ચક્ર [સીડી] ગોઠવી ને યંત્ર શરુ કર્યું.વાતાવરણમાં માઉથઓર્ગન ની માદક અને કોમળ સ્વરલહરીઓ રેલાવા માંડી. રાકેશ રોમા પાસે આવીને બોલ્યો
ચલ હવે નાચીએ ગાઈએ ધૂમધામથી 'રસોત્સવ' મનાવીએ
જે સંસારમાં છીએ એ સંસારને આપણે બે ઘડી ભૂલી જઈએ
રોમા એના સ્વરમાં સ્વર પરોવીને બોલી
પ્રેમ મદિરા ની મસ્તીમાં ડૂબીને ઝૂમી રહ્યું છે મારું મન
મિલનના પાવન અવસરે વીણા બની રહ્યું છે મારું તન
રાકેશ પોકારી ઉઠયો "વાહ" વાદક ના હાથ વીણા પર ફરવા માંડ્યા.
વીણા વાદન કરવા દે
તારને ઝણઝણવા દે
વીણાના સ્વર જયારે ગુંજશે
મનનો મોર પાગલ થઇ ઝૂમશે
'વીણા'એ વાદક ની આંગળીઓના સ્પર્શાનંદ મેળવી ગુંજન શરુ કર્યું.
ફૂલ સમું છે આ જીવન મધુરસ પી લઈએ
નિર્ણયને સાચો ઠેરવી થોડું મહેકી લઈએ
રાકેશે મદહોશી ને બમણી કરવા પ્રસ્તાવ મુક્યો
મધુરસ પીતા પહેલા તનને શુદ્ધ કરી લઈએ
પછી તનના વનમાં મનને હોશ ભૂલી જઈએ
રાકેશ નો પ્રસ્તાવ સાંભળી રોમા મર્માળુ હસીને બોલી "સાંભળ્યું છે કોઈ પણ પવિત્ર કાર્ય જેમ કે હવન કે યજ્ઞ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ તો ચલ તનના શુદ્ધિકરણની પ્રક્રિયા પણ કરી લઈએ .બંને શયનકક્ષ થી જોડાયેલા સ્નાનગૃહ તરફ ઉપડ્યા. પ્રવાસ દરમ્યાન રાકેશે પૂછ્યું " તે કહ્યું એનો મતલબ આપણે એક પ્રકારનો યજ્ઞ કરી રહ્યા છીએ." રોમા બોલી "અવશ્ય, મિલનથી વધુ પાવન કાર્ય કોઈ નથી આ દુનિયા માં" રાકેશે પૂછ્યું "કેવીરીતે જતા સમજાવ તો ખરી" રોમા એને સમજાવવાના અંદાજમાં બોલી "કુદરતે મિલનની પ્રક્રિયા ફક્ત માનવજાતને જ નહી પણ દરેક પ્રાણી,પશુ,પક્ષી, જીવ-જંતુને આપી છે" રાકેશ એના સમર્થનમાં બોલ્યો "
આ કોઈ સામાન્ય વાત નથી તારો તર્ક સાબિત કરે છે કે કુદરતની નજરોમાં પણ મિલનનું વિશેષ મહત્વ છે. હા, એક મહત્વપૂર્ણ વાત એ કે એમાં કોઈ જબરદસ્તી, પ્રપંચ, છળ-કપટ,કે ષડ્યંત્ર ન હોવું જોઈએ' રોમાએ એની વાતનું સમર્થન કર્યું. આટલી વાત થઇ ત્યાં સુધી બંને સ્નાનગૃહ માં પહોંચી ગયા. ફુવારો શરુ થવા માટે તૈયાર હતો.
મારી ક્ષણોને મહેકાવતા પહેલા તું આ અરજ લે સાંભળી
તૃપ્તિનો એવો એહસાસ આપજે કે અસ્તિત્વ જઉં હું ભૂલી
રાકેશ બોલ્યો
મેં જાતને છોડી દીધી છે સમુદ્રની લહેરો પર
સંતોષ તટે પહોચવા તું' ય જીવી લે લહેરો પર
આટલી વાતચીત થઇ ત્યાં સુધી રાકેશ રોમા ના વસ્ત્રોને તન વિહીન કરી ચુક્યો હતો.રોમા રાકેશના વસ્ત્રોને બદન વિહીન કરવાની ક્રિયા શરુ કરી ચુકી હતી. ફુવારો ઝરણું બની ગયો હતો. થોડી ક્ષણોમાં બંને પ્રાકૃતિક અવસ્થામાં પહોચી ગયા. બંને વાદક પણ હતા અને વીણા પણ. બંને વાદન કરી રહ્યા હતા અને બંને વીણાની માદક સ્વરલહરીઓ હવાને માદક બનાવી રહી હતી. શીતલ નીર જે 'વીણા' પર થી પસાર થઇ રહ્યું હતું એ સ્વરો માં ના પ્રણયને નિખારી રહ્યું હતું. લગભગ પંદર મિનીટ બંને વીણાએ સ્નાનગૃહ માં જુગલબંદી કરી. જુગલબંદી પાછી બંને પાછા સેજ પર પહોંચ્યા.સેજ પર અડધી સુતી અને અડધી બેઠી સ્થિતિમાં રોમા બોલી
મેં તને ચાહ્યો છે અતુટ,
તને જ હું ચાહીશ અતુટ
સજન મને બાંધી લે બાહોં ના બંધન માં
પછી ભલે પડે તિરાડ કાયાના કંચન માં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો