મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

ગાંઠિયા ચટણી


મમ્મી મારી એવી જાણે તીખીને તમતમતી ચટણી
પપ્પા મારા એવા જાણે ગરમગરમ રે ગાંઠિયા
મમ્મી મારી એવી જાણે મીઠી મીઠી મધ શી જલેબી
પપ્પા મારા એવા જાણે શીરો પુરી ખીર કચોરી                   
પપ્પા મારા એવા જાણે ગોળ મટોળ રીંગ રોડ
મમ્મી મારી એવી જાણે સીધો સાદો આશ્રમરોડ
મમ્મી મારી એવી જાણે સૂરજની પહેલી કીરણ
પપ્પા મારા એવા જાણે પૂનમની મધુર કીરણ
પપ્પા મમ્મી બંને કેવા ગાંઠિયાને ચટણી જેવા

એક વગર બીજું ન ભાવે સાથે મળીને સ્વાદ આપે
            અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો