દુનિયા શું જાણે કે કેમ કવિ,
શબ્દકૃતિને સાચવી રાખે છે
શબ્દકૃતિના શબ્દોમાં એ ભોળો
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે...દુનિયા
પ્રસ્તાવના પ્રથમ નજરમાં, અભરખાને અનુક્રમમાં
સર્વનામમાં સંબોધન ને સંજ્ઞામાં પ્રેમ સ્થળની
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે...દુનિયા
શબ્દ મરોડમાં અંગ મરોડ ને શબ્દ જોડણી આલિંગન
અલ્પવિરામે આનાકાની સ્વરસંધિએ સ્વીકૃતિની
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે...દુનિયા
છંદોમાં રીસામણા ને અલંકારથી મનામણા
પૂર્ણવિરામે પૂર્ણાનંદ તો કાવ્યકૃતિમાં સંસ્કૃતિની
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે...દુનિયા
ભાવવાચક ઉન્માદ ને ગુણવાચકમાં મધુરતા
ક્રિયાવાચક પ્રેમપથ તો કર્મવાચકમાં સંગમની
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે...દુનિયા
ક્રિયાપદે પ્રેમકર્મ ને ક્રિયાવિશેષણે સિસકારા
હાંસિયા પર નફરત ને મથાળે જીવનસારની
પ્રેમ સ્મૃતિને સાચવી રાખે છે
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો