નજર નજરમાં મુલાકાત છે
નયન નયનમાં જુદી ભાત છે
ગગન સંગ ધરા થઈ મસ્ત કે
અરુણિમ મન છે મધુરાત છે
ધ્વનિ તરંગ બને મદીલી સદા
અજબ ગજબ આ સનેપાત છે
નસ નસ સઘળી થઈ ગાયિકા
પ્રણય સરગમે સ્વરો સાત છે
સનનન શર થી મને વીંધ તું
નરમ બદનને મધુ ઘાત છે
યુગ યુગ નિરખ્યાં મળ્યું સત્ય આ
મન મલિન બને પછી પાત છે
અભણ અમદાવાદી
વાહ મહેશભાઈ મસ્ત મદીલી ગઝલ થઈ અભિનંદન મારી પ્છીની ગઝલ ચંચાલિકામાં પ્રયત્ન કરીશ મદદની જરૂર પડશે...
જવાબ આપોકાઢી નાખોસપના જી, મદીલી રસીલી ગઝલને રસપુર્વક માણવા બદલ આભાર
કાઢી નાખોતમે કહો ત્યારે ચંચલાક્ષિકા છંદ વિશે માહિતી આપવા તૈયાર છું.