આ જગતમાં એકધારું કંઈ નથી
આજે આ કાણું તગારું કંઈ નથી
દેહ પામ્યો જે થકી આકાર તે
પંચતત્વોમાં અમારું કંઈ નથી
આજે આ કાણું તગારું કંઈ નથી
દેહ પામ્યો જે થકી આકાર તે
પંચતત્વોમાં અમારું કંઈ નથી
પુત્રને દે છે ખભો જો બાપ ત્યાં
આ ક્ષણિક જગમાં તમારું કંઈ નથી
જે, કળીને મસળે છે એડી તળે
વિશ્વમાં એથી નઠારું કંઈ નથી
વાદ્યવૃંદો ગીતમાં જોઈએ હવે
એકલું જૂનું નગારું કંઈ નથી
દ્રશ્ય તેવું દ્રષ્ટિ જેની જેવી છે
મુજ નજરમાં જગથી પ્યારું કંઈ નથી
છે ગઝલ એવી અભણની કે જુઓ
આ ગઝલમાં કૈંક સારું કંઈ નથી
અભણ અમદાવાદી
આ ક્ષણિક જગમાં તમારું કંઈ નથી
જે, કળીને મસળે છે એડી તળે
વિશ્વમાં એથી નઠારું કંઈ નથી
વાદ્યવૃંદો ગીતમાં જોઈએ હવે
એકલું જૂનું નગારું કંઈ નથી
દ્રશ્ય તેવું દ્રષ્ટિ જેની જેવી છે
મુજ નજરમાં જગથી પ્યારું કંઈ નથી
છે ગઝલ એવી અભણની કે જુઓ
આ ગઝલમાં કૈંક સારું કંઈ નથી
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો