સોમવાર, 9 જુલાઈ, 2012

ઝરમર શ્રાવણ


ઝરમર ઝરમર વરસે રે
રણની આંખોથી શ્રાવણ રે
ગાલો જાણે નદીઓ છે ને
દલડું મારું છે સાગર રે......

તારા નેણોને કહી દે
હવે આ રોજ થવાનું
મીઠું આ દર્દ રે તારું
નથી રે ક્યાંય જવાનું....ઝરમર

પ્રેમનાં મારા પથમાં કાંટા
કોણે રે કેમ વાવી દીધા
ફૂલો શા શમણાં ને રે
કોણે રે રગદોળી દીધાં

ફૂલોને તું ભૂલી જા
નથી એ તને મળવાના
કાંટાને પ્રેમ કરી લે
નથી એ ક્યાંય જવાના...ઝરમર
કોને હું ફરિયાદ કરું રે
કોને હું દુખડું રે કહું
મનડાને હું કેમ મનાવું
આયખું લાંબુ કેમ વિતાવું

યાદોને તું છોડી દે
નવા લક્ષ્યોને શોધી લે
નવા લક્ષ્યોને શોધીને
નવા લક્ષ્યોને પામી લે....ઝરમર
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો