હું કહું તે સત્ય છે, દાવો નથી,
સત્ય આ છે શબ્દ છું, બાવો નથી.
રોજ માણું બાગ ની લીલોતરી,
કેમ માનું, જિંદગી લ્હાવો નથી?
પ્રેમપળ છે કેવી મીઠી રસમધુર,
છે જલેબી તો'ય ચકરાવો નથી.
શ્વાસ સરગમ: તાલ આપે છે સમય,
માનવી નો દેહ શું પાવો નથી?
ભાર દોરે જે કપાયો આભ માં:
એ કનકવો કો'એ લપટાવો નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો