હું કસોટી પર જરા પરખાઈ જાઉં તો કહું ,
સ્વર્ણ છું સાબિત થવા ટીચાઈ જાઉં તો કહું.
કાવ્ય માં કામણ ભરી ને કંઠ કોયલ શો કરી,
હું ગઝલ કે ગીત માં બંધાઈ જાઉં તો કહું.
આવ તરવાની મજા લે, રૂપ ની છું હું નદી,
તુજ કળા ને જોશ થી અંજાઈ જાઉં તો કહું.
આ મિલન ની રાત તો વીતી જશે પણ તે પછી,
વંશ રૂપે ગર્ભ માં સચવાઈ જાઉં તો કહું.
માન્યતા ને ભાવના થી માણસો પરખાય છે,
તે છતાં જો હું અભણ સમજાઇ જાઉં તો કહું.
આ મિલન ની રાત તો વીતી જશે પણ તે પછી,
વંશ રૂપે ગર્ભ માં સચવાઈ જાઉં તો કહું.
માન્યતા ને ભાવના થી માણસો પરખાય છે,
તે છતાં જો હું અભણ સમજાઇ જાઉં તો કહું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો