શનિવાર, 23 જુલાઈ, 2011

પીડાતા લોકો,

ભણતર થી પીડાતા લોકો,
ગણતર માં અટવાતા લોકો.
ધીંગાણા માં વીંધાઈ ને,
પથ્થર માં સાચવતા લોકો.
નાણાંમંત્રી એ છોડેલા,
બાણો થી વીંધાતા લોકો.
આથમણી દિશા માં બોલો,
સૂર્યોદય ને જોતા લોકો.
ડાબા, જમણા ને બુદ્ધિ ના,
વાડા માં અટવાતા લોકો.
બુદ્ધિવાદી ઉત્તમ ધારા,
ગ્રંથી થી પીડાતા લોકો.
જીવન ધોરીમાર્ગો જેવું,
જથ્થા માં કચડાતા લોકો.
મોટા સપના ના ભારણ થી,
જીવનભર કચડાતા લોકો.
કાળા ને કાળો કહેવામાં,
કાળા થી ગભરાતા લોકો.
પૂજા ઉત્તમ, સજદા ઉત્તમ,
અન્યો થી અથડાતા લોકો.

2 ટિપ્પણીઓ: