જુન ની ભયંકર ગરમી પડી રહી હતી.ચેતન ના સસરા હોસ્પિટલ માં દાખલ થયેલા હોવાથી તે એમના ખબર-અંતર પુછવા ગયો હતો.તે સવારે દસ વાગ્યે ગયો હતો; ત્યાંથી પાછા વળતા બપોર નાં બે વાગી ગયા.
ઘેર પાછા ફરતા રસ્તા માં ચેતન શેરડીના રસની એક લારી પર રસ પીવા ઉભો રહ્યો. રસવાળા ને ઓર્ડર આપી તે શાંતિથી ઉભો હતો. એની સામે આઠે'ક વર્ષનો એક છોકરો ઉભો ઉભો રસની મઝા માણી રહ્યો હતો. ચેતન અને છોકરાની નજર મળી અને બંને એકબીજાની સામે મંદમંદ હસ્યા.
બે-ચાર મીનીટમાં રસવાળાએ ચેતનને રસનો ગ્લાસ આપ્યો.ચેતન પણ રસની મઝા માણવા ધીમે ધીમે રસ પીવા માંડ્યો. એણે ત્રણ કે ચાર ઘૂંટડા ભર્યા હશે કે એના શર્ટના ગજવા માં પડેલા મોબાઈલની રીંગ વાગી.ચેતને ગજવામાં થી મોબાઈલ કાઢી સ્ક્રીન પર નંબર જોયો. નંબર જોઈ મન માં વિચાર્યું "આ લપલપિયા સાથે હમણાં ક્યાં વાત કરું. નાહક વાતને લંબાવ્યે રાખશે" આમ વિચારી ફોન ચાલુ કરી સામેવાળાને બોલવાનો અવસર આપ્યા વિના બોલ્યો "નમસ્કાર, હું અત્યારે ટ્રાફિક માં છું. ચાર રસ્તે ઉભો છું. ઘેર પહોંચીને તને ફોન કરું" આટલું બોલી ચેતને ફોન બંધ કરી ગજવા માં મૂકી દીધો.
ફોન ગજવા મેં મુકતી વખતે ફરી ચેતન અને પેલા છોકરાની નજર મળી. છોકરો ચેતનની સામે વ્યંગપૂર્વક હસ્યો અને બોલ્યો "અંકલ, ફોન પર તમે જૂઠું બોલ્યા ને? તમે ક્યાં ટ્રાફિક માં છો કે ચાર રસ્તા પર ઉભા છો!!! તમે તો નિરાંતે શેરડી ના રસ ની મઝા માણી રહ્યા છો.
ચેતન એ બાળક સામે નિરુત્તર થઇ ગયો.
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો