શનિવાર, 23 જુલાઈ, 2011

પીડાતા લોકો,

ભણતર થી પીડાતા લોકો,
ગણતર માં અટવાતા લોકો.
ધીંગાણા માં વીંધાઈ ને,
પથ્થર માં સાચવતા લોકો.
નાણાંમંત્રી એ છોડેલા,
બાણો થી વીંધાતા લોકો.
આથમણી દિશા માં બોલો,
સૂર્યોદય ને જોતા લોકો.
ડાબા, જમણા ને બુદ્ધિ ના,
વાડા માં અટવાતા લોકો.
બુદ્ધિવાદી ઉત્તમ ધારા,
ગ્રંથી થી પીડાતા લોકો.
જીવન ધોરીમાર્ગો જેવું,
જથ્થા માં કચડાતા લોકો.
મોટા સપના ના ભારણ થી,
જીવનભર કચડાતા લોકો.
કાળા ને કાળો કહેવામાં,
કાળા થી ગભરાતા લોકો.
પૂજા ઉત્તમ, સજદા ઉત્તમ,
અન્યો થી અથડાતા લોકો.

એક પ્રશ્ન?

એક પ્રશ્ન?  દરેક સ્કુલ માં  વિધાર્થીયો  માં સમાનતા નો ભાવ જાગે મૂળ એ હેતુસર ગણવેશ[ડ્રેસ ભઈલા ડ્રેસ] નક્કી કરાયા છે. સમાજ માં કુલી, ડોક્ટર, વાયુદળ, ભૂમિદળ, જલસેના,નર્સ, પોલીસ, ટ્રાફિક પોલીસ, ન્યાયાધીશ,વકીલ એમ લગભગ દરેક વર્ગ માટે ગણવેશ નક્કી છે તો પછી શિક્ષકો માટે કેમ ગણવેશ નક્કી નથી?

શુક્રવાર, 22 જુલાઈ, 2011

પીડાતા લોકો,

ભણતર થી પીડાતા લોકો,
ગણતર માં અટવાતા લોકો.
એક જમાનો હતો જયારે કહેવાતું કે ભણેલા પાસે ચાર આંખો હોય છે. પણ હવે લાગે છે કે ભણતર થી માનવી શિક્ષિત થાય છે જ્ઞાની નહી.

બુધવાર, 20 જુલાઈ, 2011

સાચી વાત

સાચી વાત છે, સંપત્તિ ને અને ધર્મ ને કોઈ લેવાદેવા નથી. મુદ્દો માનવી ની નિયત નો છે જ્યાં સુધી માંચી ની નિયત નહિ બદલાય ત્યાં સુધી માનવી માનવી ની સંપત્તિ લુટતો  રહેશે. સાચું કહું તો ધર્મ ને ખોટો વગોવવા માં આવે છે. પહેલા માનવી ધર્મ ના નામે લુંટ ચલાવતો હવે વિજ્ઞાન  ના નામે ચલાવે છે. પહેલા પંડિત ખોટી કુંડળીઓ બનાવતા હવે ડોકટરો ખોટી મેડીકલ રીપોર્ટ બનાવે છે. જ્યાં સુધી માનવી ની નીયત નહિ બદલાય માનવી જ્ઞાન નો દુરુપયોગ કરતો રહેશે. 

શનિવાર, 16 જુલાઈ, 2011

અંકલ, તમે જૂઠું બોલ્યા ને?

           જુન ની  ભયંકર ગરમી પડી રહી હતી.ચેતન ના સસરા હોસ્પિટલ માં દાખલ થયેલા હોવાથી તે એમના ખબર-અંતર પુછવા ગયો હતો.તે સવારે દસ વાગ્યે ગયો હતો; ત્યાંથી પાછા વળતા બપોર નાં બે વાગી ગયા.
           ઘેર પાછા ફરતા રસ્તા માં ચેતન શેરડીના રસની એક લારી પર રસ પીવા ઉભો રહ્યો. રસવાળા ને ઓર્ડર આપી તે શાંતિથી ઉભો  હતો. એની સામે આઠે'ક વર્ષનો એક છોકરો ઉભો ઉભો રસની મઝા માણી રહ્યો હતો. ચેતન અને છોકરાની નજર મળી અને બંને એકબીજાની સામે મંદમંદ હસ્યા.
            બે-ચાર મીનીટમાં રસવાળાએ ચેતનને રસનો ગ્લાસ આપ્યો.ચેતન પણ રસની મઝા માણવા ધીમે ધીમે રસ પીવા માંડ્યો. એણે ત્રણ કે ચાર ઘૂંટડા ભર્યા હશે કે એના શર્ટના ગજવા માં  પડેલા મોબાઈલની રીંગ વાગી.ચેતને ગજવામાં થી મોબાઈલ કાઢી સ્ક્રીન પર નંબર જોયો. નંબર જોઈ મન માં વિચાર્યું "આ લપલપિયા સાથે હમણાં ક્યાં વાત કરું. નાહક વાતને લંબાવ્યે રાખશે"  આમ વિચારી ફોન ચાલુ કરી સામેવાળાને બોલવાનો અવસર આપ્યા વિના બોલ્યો  "નમસ્કાર, હું અત્યારે ટ્રાફિક માં છું. ચાર રસ્તે ઉભો છું. ઘેર પહોંચીને તને ફોન કરું" આટલું બોલી ચેતને ફોન બંધ કરી ગજવા માં મૂકી દીધો.
             ફોન ગજવા મેં મુકતી વખતે ફરી ચેતન અને પેલા છોકરાની નજર મળી. છોકરો ચેતનની સામે વ્યંગપૂર્વક હસ્યો અને બોલ્યો "અંકલ, ફોન પર તમે જૂઠું બોલ્યા ને? તમે ક્યાં ટ્રાફિક માં છો કે ચાર રસ્તા પર ઉભા છો!!! તમે તો નિરાંતે શેરડી ના રસ ની મઝા માણી રહ્યા છો.
              ચેતન એ બાળક સામે નિરુત્તર થઇ ગયો.
                                                                                        અભણ અમદાવાદી

गागर में सागर

                                        गागर में सागर
       रतनलाल सोनी का परिवार छोटा  मध्यमवर्गीय था| परिवार में चार ही व्यक्ति; खुद रतनलाल उन की पत्नी शारदादेवी पुत्र कमल पुत्री श्वेता थे| रतनलाल ग्राहकों के ऑर्डर पर गहने बनाते थे| वे अपनी कला में प्रवीण थे| शारदादेवी कुशल गृहिणी थी| पति पत्नी दोनों की  उम्र चालीस से ऊपर थी| कमल पंद्रह  श्वेता बारह वर्ष; के थे| दोनों भाई-बहन अभ्यास में तेजस्वी थे| दोनों की गिनती पाठशाला के सब से तेजस्वी विधार्थीयों में होती थी| दोनों पुस्तकप्रेमी थे वाचन के बेहद शौक़ीन थे| दोनों नगर के प्रतिष्ठित पुस्तकालय के आजीवन सदस्य  थेदोनों पुस्तकालय से भिन्न भिन्न विषयों  की पुस्तकें लाकर पढ़ते थे
      शारदादेवी कमल श्वेता को वाचन के शौक के बारे में कुछ नहीं कहती थी; मगर जाने क्यों रतनलाल को वाचन के शौक से चिढ थी: अरुचि थी| कभी कभार वे दोनों को डाँटते भी थे; पर दोनों पढाई में होशियार होने के कारण उन्हें डाँट कम ही पड़ती थी| पढाई के अलावा दोनों मम्मी को घरेलू कार्यों में  भी  मदद करते थे| दोनों के बारे में अडोश-पडोश या पाठशाला से भी कभी कोई शिकायत नहीं आती थी| इसलिए रतनलाल भी वाचन के बारे में ज्यादा कुछ कह नहीं पाते थे| रतनलाल को वाचन से इतनी अरुचि थी कि वो अख़बार भी नहीं पढ़ते थे; हाँ अख़बार में सोने चाँदी के  भाव जरुर देखते थे| रतनलाल कई बार शारदादेवी को कहते थे कि "तुम्हारी वजह से दोनों में वाचन का शौक विकसीत हुआ है| दोनों वाचन में कितना समय बर्बाद करते हैं!! तुमने शुरू से ध्यान रखा होता, नियंत्रण रखा होता तो ये नौबत आती|"
       कभी कभार इस मुद्दे पर पति पत्नी में छोटी-मोटी तकरार भी हो जाती| तब शारदादेवी बच्चों के पक्ष में दलील देते हुए कहती कि "दोनों पढाई में तेजस्वी हैं, घरेलू कार्यों में मुझे मदद करते हैं; और दोनों के बारे में कहीं से कोई शिकायत भी नहीं  आती: फिर आप को उन का वाचन का शौक क्यूँ अखरता है?" इस प्रश्न का रतनलाल के पास उत्तर होने के कारण वे चुप हो जाते|
        एक दिन कमल श्वेता को पता चला कि पापा को मुग़लशैली के गहनों का ऑर्डर मिला है: मगर पापा को मुग़लकालीन डिज़ाइनें कहीं नहीं मिल रही| उस दिन दोनों को वाचन के प्रति, पुस्तकों के प्रति पापा की अरुचि दूर करने का मौका मिल गया| दोनों पुस्तकालय से मुग़लकालीन गहनों की सचित्र जानकारीवाली पुस्तक ले आये पापा को दी| जरुरत पूरी हो रही थी इसलिए वो रतनलाल को अच्छी लगी| पुस्तक द्वारा ढेर सारी जानकारी चित्र मिलने के कारण वो काफी लाभदायक सिद्ध हुईरतनलाल  ने पुस्तक में दी गई जानकारी चित्रों पर आधारित गहनें बनायें; जो ग्राहक को बहुत पसंद आये| उस ग्राहक के मार्फ़त रतनलाल को और नए ग्राहक भी मिले| ज्यादा डिजाइनों की आवश्यकता पड़ने पर रतनलाल ने ज्वेलरी विषयक और पुस्तकें मंगवाई जो कमल श्वेता ने लाकर दी| ज्वेलरी की पुस्तकों का अध्ययन कर के रतनलाल ने कई नई डिजाइनें गहनें बनाये जो बहुत पसंद किये गए| रतनलाल को आर्थिक लाभ होने के साथ साथ अपने व्यवसाय के बारे में नई नई जानकारियाँ भी मिली| यूँ जरुरत पूरी होने के कारण रतनलाल में पुस्तकप्रेम जन्मा विकसीत हुआपुस्तकों   वाचन के कारण फायदा होते देख रतनलाल खुद पुस्तकें लेने के लिए पुस्तकालय जाने लगे| धीरे धीरे रतनलाल में भी कमल श्वेता की तरह वाचन के प्रति रूचि बढती गई| फिर तो वे ज्वेलरी के अलावा अन्य विषयों की पुस्तकें भी पढने लगे|
         एक दिन रतनलाल पुस्तक पढ़ रहे थे तब शारदादेवी ने उन के पास आकर हँसते हुए कहा "आप तो बच्चों को डाँटते थे कि वाचन का शौक अच्छा  नहीं, वाचन से सिर्फ समय बर्बाद होता है; और कुछ नहीं| जब कि आजकल मैं  देख रही हूँ आप भी काफी वाचन कर रहे हैं | फुरसद मिली नहीं कि पुस्तक हाथ में ली नहीं!! ये लगता ही नहीं  की आप को वाचन से चिढ थी; वाचन आप को अखरता था|
         रतनलाल हँसकर जवाब देते हुए बोले "सच कहूँ;  मैं स्वीकार करता हूँ वो मेरी भूल थी: पुस्तकों द्वारा हमें बहुत कुछ मिल सकता है अगर हम नियमीत वाचन करें| सच्चाई तो ये है की पुस्तकों में जो ग्यान  है वो " गागर में सागर" है|
                                                                                                कुमार अमदावादी