સનમ શસ્ત્રને રાખ કાબૂમાં
નયન બાણને રાખ કાબૂમાં
નયનમાં પતંગિયાં ઊડે છે
.સ્વપ્ન પાંખને રાખ કાબૂમાં
નયનમાં છવાયો ગુલાબી રંગ
અગન રંગને રાખ કાબૂમાં
છે 'પુષ્પો' ય મસળાવાને બેચેન
અધર જોડને રાખ કાબૂમાં
નથી ભોળો વાંચ્યા છે તરસ્યાં નેણ
જરા પ્યાસને રાખ કાબૂમાં
નયનનાં છે સંકેત સાગર શા
તું 'ઊંડાણ'ને રાખ કાબૂમાં
ઢળી જાય છે લાશો પળવારમાં
મધુ સ્મિતને રાખ કાબૂમાં
અભણ અમદાવાદી
નયન બાણને રાખ કાબૂમાં
નયનમાં પતંગિયાં ઊડે છે
.સ્વપ્ન પાંખને રાખ કાબૂમાં
નયનમાં છવાયો ગુલાબી રંગ
અગન રંગને રાખ કાબૂમાં
છે 'પુષ્પો' ય મસળાવાને બેચેન
અધર જોડને રાખ કાબૂમાં
નથી ભોળો વાંચ્યા છે તરસ્યાં નેણ
જરા પ્યાસને રાખ કાબૂમાં
નયનનાં છે સંકેત સાગર શા
તું 'ઊંડાણ'ને રાખ કાબૂમાં
ઢળી જાય છે લાશો પળવારમાં
મધુ સ્મિતને રાખ કાબૂમાં
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો