હું દસમા માળે રહુ છું અમારી બિલ્ડીંગમાં લોખંડની જાળીવાળી લિફ્ટ છે.
જેમાં જાળીવાળા બે દરવાજા હોય છે. રાજસ્થાનનાં એકદમ અંતરિયાળ ગામમાંથી એક
કઝીન મળવા આવેલા. તેઓ ડ્રોઈંગરૂમમાંથી વારે ઘડીયે લિફ્ટને જોતા'તાં. મેં
પૂછ્યું 'શું થયું. કંઈ મૂંઝવણ છે?' તો તેઓ અચકાતા અચકાતા બોલ્યા "યાર,
નીચે લિફ્ટમાં ઘુસી મેં પહેલાં બહારની જાળી બંધ કરી પછી અંદરની બંધ કરી.
લિફટ ઉપડી ત્યારે બહારની જાળી ત્યાંની ત્યાં હતી પણ પછી હું દસમા માળે
પહોંચ્યો એ પહેલા જાળી કેવી રીતે ઊપર પહોંચી ગઈ?
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો