ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

તિરાડ

               
ભીંત માં તિરાડ જોઈ સૂર્ય રાજી થઇ ગયો.

સૌની નજરોની સમક્ષ કિરણને અંદર લઇ ગયો.

બંધ રોકે પાણીને, ના પૂરને રોકી શકે,

મંત્ર આ સંઘર્ષને હંમેશા ટોચે લઇ ગયો.

રોટલી દાઝી, ઉપરનું પડ ઉતારી દે,

કોળિયો ઉદરનો ખાડો ભરવા લાયક થઇ ગયો?

અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો