આ બ્લોગમાં મારું લખેલું સાહિત્ય છે. સાહિત્ય માનવ જીવન અને માનવના સ્વભાવના હકારાત્મક વિકાસ માટે બહુ જરૂરી છે. એમાં મારું સાહિત્ય જો ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલું કાર્ય કરી શકશે, તો મારું જીવન સાર્થક થયી જશે.
ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011
શબ્દ નથી
શબ્દ નથી મારી પાસે
જે મારા પ્રેમને વર્ણિત કરે
હી, હું એટલું જાણું છું, કે
દૂધ-ગંગા મારા પ્રેમની
વિશાળતા સામે નાની પડે છે
મારો પ્રેમ મારા માટે
અનંત આકાશથી ઉંચો
અફાટ સાગરથી ઊંડો
અગણિત તારાઓથી વધારે
અને
ધબકારના સરવાળા
જેટલો મહત્વ્રપૂર્ણ છે
હું એટલું જાણું છું કે
તારો પ્રેમ
મારો શ્વાસ છે
વિશ્વાસ છે
મારા જીવનમાં
તારું સ્થાન ખાસ છે
હું
શ્વાસ લેવાનું ભૂલી શકું
પણ તને
તારા પ્રેમને નહિ
કારણ
મારા માટે
પ્રેમનો મતલબ
તું, ફક્ત તું છે
અને તું
તું છે
પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો