સુખનો સૂરજ
પ્યારી મમ્મી રડ નહીં તુ દુખના દાડા વીતી જાશે
ટીચર મારા ક્હેતા'તા કે રાત પછી દી' આવે છે પ્યારી
રાત પછી જે દી આવે છે અજવાળું એ લાવે છે ને
સુખનો સૂરજ આવે જ્યારે અંધારું ભાગે છે ત્યારે પ્યારી ટીચર મારા ક્હેતા'તા કે મા ના દુખ જે દૂર કરે છે
પરભુ એને સફળ કરે છે સૂરજ જેવો એ ચમકે છે પ્યારી
જલ્દી જલ્દી મોટો થઈને મા ના દુખડા દૂર કરું ને
સુખનો સૂરજ બનીને હું અંધારાને દૂર કરું પ્યારી
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો