પારકી થાપણ ન સમજો દીકરીને,
વિત્તવાણીથી ન જાણો દીકરીને,
દીકરી વેપાર છે થાપણ કહો છો?
વ્યર્થ ઉપમા થી ન જાણો દીકરીને.
... પારકી થાપણ ન
રક્તના તમ ભાગને થાપણ કહો છો!
દીકરી છે વ્હાલનો દરિયો છતાં'યે
કાં કહો થાપણ તમે તમ દીકરીને
અર્થકાંટામાં ન જોખો દીકરીને
પારકી થાપણ ન
છે શરમની વાત કે થાપણ સમજવી
બેન છે તે કો'કની છે માવડી
માવડીને કાં તમે થાપણ ગણો છો?
પ્રેમભાષામાં પોકારો દીકરીને
પારકી થાપણ ન
દીકરીઓ લાડકી કે ફૂલ જાણે
ફૂલ સાથે ઓળખાવો દીકરીને
તાત્ ઘરનો ત્યાગ ફૂલો પણ કરે છે
ફૂલ સમજો ને ખિલાવો દીકરીને
પારકી થાપણ ન
લાગશે તેજાબ તમને શબ્દ મારા
સત્યનો રણકો 'અભણ'ની વાતમાં છે
ના કહો થાપણ કદી તમ દીકરીને
પારકી થાપણ ન સમજો દીકરીને
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો