મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

શણગાર

શણગાર કરે છે રુપ અનેરો
વીંધાઇ જવાની પળ છે આવી
ઘનઘોર ઘટા શી કેશ રાશિ
વિખરાઈ જવાની પળ છે આવી  શણગાર ...

સિંદૂર કરે છે માંગણી આ
ઉપયોગ કરો કે છુટ છે તમને
રળિયામણી આ ઘડી ને પળનો
ઉપભોગ કરો ને છુટ છે તમને    શણગાર

 સંકેત કરીને પિયુને કહેતી
વરસો તમે મન મુકીને વરસો
તમને રૂપની તરસ હો લાગી
તો પ્રેમઘટા થઈને વરસો        શણગાર

રંગીન થઈ છે કલ્પના કે
મનમોર તમે ને ઢેલ છું હું
મુજ સ્નેહલતાની કલ્પનામાં
છો વૃક્ષ તમેને વેલ છું હું          શણગાર
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો