શનિવાર, 29 ઑક્ટોબર, 2011

વીણાનું પ્રેમ-વાદન

બપોરના લગભગ દોઢ વાગ્યા હતા. રાકેશ પોતાના ફ્લેટના ડ્રોઇંગરુમમાં ખુરશી પર બેઠો હતો. એની સામે રાઇટીંગ ટેબલ પર પુસ્તકો, ડાયરીઓ અને રોજનીશી પડી હતી. રાકેશ રોજનીશીના આધારે ભૂતકાળને વાર્તાઓમા પરિવર્તિત કરી રહ્યો હતો. તે સમયે ઘરમાં તે એકલો જ હતો. અચાનક ડોરબેલ રણકી પણ રાકેશનું ધ્યાન ભંગ ન થયું. તે વાર્તા લખવામાં એટલો તલ્લીન હતો કે ડોરબેલ ત્રીજી વાર રણકી ત્યારે એની એકાગ્રતા તૂટી. એણે પેન ટેબલ પર મૂકી અને આગંતુકનુ સ્વાગત કરવા દરવાજા તરફ પ્રયાણ કર્યુ ને જઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ મહેમાનને જોઈ રાકેશના ચહેરા પર હરખની લાગણી નૃત્ય કરવા માંડી. મુખેથી આનંદ અને આશ્ચર્યમિશ્રિત ઉદ્ગાર નીકળ્યા "અરે, રોમા તમે?" રોમા બોલી "હા, હું" રાકેશની ખુશી જોઈ તેના ચહેરા પર પણ પ્રસન્નતાનો પ્રકાશ રેલાઈ ગયો. રાકેશ રોમાના સ્વાગતાર્થે બોલ્યો "ફરી એકવાર મારા ઘરને પાવન કરો" સાંભળી રોમાના ચહેરા પર સ્મિત આવી ગયું. તે સસ્મિત બોલી "તમારા ચહેરાની પ્રસન્નતા અને અવાજની ખુશી અણસાર આપી રહ્યા છે કે ઘરમાં એકલા છો" સાંભળી રાકેશ બોલ્યો "હતો પણ હવે નથી" આટલી વાત કરતા કરતા બંને દરવાજાથી સોફા સુધી પહોંચી ગયા. રાકેશે રોમાને  બેસવા માટે કહી અને રોમાં એ વિનાન્તો સ્વીકારી શિષ્ટાચાર નિભાવ્યો.રાકેશ પણ સોફા પર બેસી ગયો.
       બેઠા પછી રોમાં એ વાત શરુ કરી " શું વાત છે આજે ખુબ કલરવ કરી  રહ્યો છે?" રાકેશે હસીને જવાબ આપ્યો ""તારી સાથે એકલો છું માટે"  આ સાંભળી રોમાનું સ્મિત ઘેરું થઇ ગયું. એણે ફરી પૂછ્યું "કુટુંબીજનો ક્યાં ગયા?' રાકેશે કહ્યું "બાળકો સ્કુલે અને શ્રીમતીજી પિયર ગયાં છે"  જવાબ આપ્યા પછી રાકેશે પૂછ્યું "તમારા પતિદેવ અને બાળકો વિષે જણાવો , કેમ એ લોકો સાથે નથી આવ્યા"  રોમા એ જવાબ આપ્યો "પતિદેવ વેપારના કારણોસર બહારગામ અને બાળકો  સ્કુલેથી પર્યટને ગયાં છે"
     આ સાંભળી રાકેશની ખુશી બેવડાઈ ગઈ. તે બોલ્યો "બહુ સરસ આનો મતલબ એ થયો કે કુદરતે ફરી એકવાર આપણને મન ભરીને સુખ દુખની વહેંચણી કરવા સમય આપ્યો છે. બરાબરને?રોમાના ચહેરા પર ફરી સ્મિત આવી ગયુ. તે સસ્મિત બોલી "ખરેખર લાગે છે નસીબ આપણા પર મહેરબાન છે? રાકેશ  મસ્તક હલાવી સમર્થન કાર્ય પછી બોલ્યો " હવે બીજી વાત કરીએ'  રોમા"ઓ કે"   રાકેશે પૂછ્યું "કેમ ચાલે છે જીવનધારા" રોમાએ જવાબ આપ્યો
                               તારા વગર જે પણ પલ જીવું છું
                               દરેક પળે વખનો  જામ પીવું છું
                               જો સંભવ હોય તો દરેક પળે
                               મને તારો સાથ જોઈએ  જો
                               તું સાથે હોય તો જીવન વહેતી ધારા છે
                              નહીતર  તો જીવન જીવન નહી રણ છે
                                નામ એનું સહારા છે
રોમના મુખેથી વહેલી શબ્દસરવાણી સાંભળી રાકેશ બોલ્યો "લાગે છે આજે તું બહુ જ તોફાની મૂડમાં છે.? આ એકાંત મનચાહા વ્યક્તિનો સાથ કોને "તોફાની" ના બનાવે" રાકેશે શબ્દરમત આગળ વધારી "શરારતમાં ક્યારેક ખરેખર તોફાન આવી શકે છે અને તું સારી પેઠે જાણે  છે હું કયા તોફાન ની વાત કરું છું" રોમા "હમમમ  હું નથી જાણતી નસીબ જરૂર જાણતું  હશે"  આ સાંભળી રાકેશ ઠંડો શ્વાસ ભરીને બોલ્યો "હા આ આ તું સાચું કહે છે નસીબ જરૂર જાણતું હશે: આપણું નસીબ મહેરબાન છે ને, જે છેલ્લા દસ વર્ષોથી આપણે  સુખ દુઃખનું મન મુકીને આદાનપ્રદાન  કરી શકીએ માટે માટે વરસમાં એકાદ અવસરની સગવડ આપે જ છે" રોમાએ સમર્થન કરતા કહ્યું "હા, ખરેખર આપે છે ને મને એટલે આપણા નસીબ પર ગર્વ છે આપને જે રીતે સંબંધ નભાવ્યો છે_ _ _" રાકેશ એની વાત આગળ વધારતા બોલ્યો "એ ખરેખર અદભૂત છે. આપને આ દરમ્યાન પારિવારિક જીવન સાચવવાનું હતું , આપને મિત્રતા સાચવવાની હતી" રાકેશ ચુપ થયો તો રોમાએ ફરી વાતઓ તંતુ સાંધતા કહ્યું "આ બધું આપણે કરી શક્યાં. કારણ કે નસીબ મહેરબાન હતું" રાકેશે નાસ્તક હલાવી સહમતી આપી. રોમે બોલી " આ દસ વર્ષોમાં કુદરતે આપણને ઓછામાં ઓછા છ એવા અવસર આપ્યા છે કે જયારે આપણે ત્રણ થી ચાર કલાક એકલા હતા, બિલકુલ એકલા. અને આપણને ખબર પણ હતી કે હવે પછીના ત્રણ થી ચાર કલાક એકલા છીએ કોઈ વિઘ્ન આવવાનું નથી" રાકેશ  કડી જોડતા બોલ્યો "પણ આપણે એ કાર્ય ના કર્યું જે પહેલી "એકાંત મુલાકાત" માં કરવા તૈયાર થઇ ગયાં હતા. આપણે મર્યાદાભંગ કરી નહી"
             રોમા રાકેશની વાતને તર્ક દ્વારા ઉડાડતા બોલી " માફ કરજે, હું એક વાતની ચોખવટ કરવા માંગું છું. અહીં તેં જે મર્યાદાભંગ શબ્દ વાપર્યો છે એ મારી દષ્ટિ એ ખોટો વાપર્યો છે " રાકેશે પૂછ્યું " ચોખવટ કર જોઈએ" રોમેએ પૂછ્યું 'આને મર્યાદાભંગ ના કહેવાય. હું એટલું જ  કહીશ આપણે એ કાર્ય ના કર્યું જે કાર્યની સુવિધા અને સગવડ કુદરતે દરેક પ્રાણી,પશુ,જીવજંતુ ને આપ્યાં છે. માનવીએ તે કાર્યને નિયમોમાં બાંધી દીધું છે.એ નિયમ તોડનારે મર્યાદાભંગ કર્યો એમ કહેવાય છે. એમાં કુદરત ના કોઈ નિયમનો ભંગ થતો નથી હા માનવીએ બનાવેલા નિયમનો ભંગ  થાય છે"

             રાકેશ રોમાના સમર્થનમાં બોલ્યો " તું ખરેખર સાચું કહે છે" રોમા બોલી "મને ઘણીવાર તારા શબ્દો યાદ આવે છે આપણે જે ચાહ્યું કુદરતે કર્યું , કુદરતે જે  જે ચાહ્યું એ આપણે કર્યું" રાકેશ બોલ્યો "મને ઘણીવાર વિચાર આવે છે કે કુદરત આપણને કેમ વારે વારે એકાંત બક્ષે છે, એકાંત બક્ષવા પાછળ કોઈ સંકેતતો નથી.જો ખરેખર એવું હોય તો કુરત જે ઈચ્છે છે તે ન કરીને કુદરતનું અપમાન તો નથી કરી રહ્યાં. તારું શું માનવું છે?" રોમા એ સમર્થન કરતા કહ્યું "મને પણ ઘણીવાર એવું લાગે છે કે કુદરતને ઈશારાને ના સમજીને આપણે એનું અપમાન તો નથી કરી રહ્યા ને"

રાકેશ પૂછ્યું "આ વાતો તો પછી પણ થશે પહેલા એ બતાવ શું લઈશ. ઠંડુ કે ગરમ? કે નાશ્તો કે _ _ " રોમા એની વાત કાપીને બોલી "જવા દે ને યાર શું કામ ઔપચારિકતા ની વાત કરે છે તને ખબર છે એકલાં હોઈયે ત્યારે આપણી વચ્ચે ઔપચારિકતા નથી હોતી" પણ રાકેશ બોલ્યો "મિત્ર ઘેર આવે ને હું સરભરા ય લા કરું. એવુ કરીયે આપણે રસોડામાં જઈએ. હું ચા બનાવીશ આને તું વાતો કરજે. રોમા શસ્ત્રો હેઠાં મુકીને બોલી "સારું ત્યારે" બંન્નેએ રસોડામાં ગયા. રાકેશે જ્યાં સુધી ગેસ સ્ટવ તપેલીમાં ચા માટે પાણી મૂક્યું. રોમા એને મુગ્ધાની જેમ નિહાળતી રહી. તપેલી મૂકી રાકેશ પાછો વળ્યો કે બંન્ને ટકરાઈ ગયા અને બંન્ને ય હસી પડ્યા. રાકેશે પૂછ્યું "શું નિરખી રહી હતી?" રોમાએ જવાબ આપ્યો "મને પોતાને" રાકેશ "મતલબ" જમણા હાથની પ્રથમ આંગળી રાકેશ સામે ચીંધીને બોલી "વિચારી રહી હતી આ માણસ મારી પુરુષ આવૃત્તિ છે કે હું એની સ્ત્રી આવૃત્તિ છું આ માણસમાં  એવું શું છે જે મને એની પાસે ખેંચી લાવે છે ને જયારે એની પાસે હોઉં  છું ત્યારે મારું મન, પ્રતિષ્ઠા  સન્માનને એક બાજુએ કેમ મૂકી દેવા માંગે છે? રાકેશે કહ્યું "મને પણ આવા વિચાર આવે છે જો કે આ વિચાર એવું નથી ઈચ્છતા કે..." રોમાએ  એની વાત અધુરી છોડાવી પોતે  સ્પષ્ટતા કરી "આ વિચાર એવું નથી ઈચ્છતા કે આપને કાયમ ના સાથી બનીએ. હા આજ જેવી મુલાકાતો થતી રહે ,આપને પારિવારિક જવાબદારીઓ નિભાવતા રહીએ અને મૈત્રી પણ નભાવીયે" પછી એક લાંબો શ્વાસ ભરીને બોલી "તું આ જ કહેવા માંગતો તો ને" રાકેશે સમર્થન કર્યું "હા, અને આપણા  સંબંધમાં મારી દ્રષ્ટીએ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે કદી કુલાકાત નક્કી કરીને નથી મળતા. આજની જેમ મળી જવાય ત્યારે ભરપુર જીવી લિયે છીએ . આ અનિશ્ચિતતા જ કદાચ આપણા સંબંધને મજબૂતી આપે  છે." રોમા એ સમર્થન કર્યું.આટલી વાતો થઇ એમાં ચા માટે મુકેલા પાણીમાં 'ખળભળાટ' થવા માંડ્યો એટલે રાકેશે ચા બનાવવાની બાકી રહેલી પ્રક્રિયામાં ધ્યાન આપ્યું. રોમા એને મુગ્ધતાથી જોઈ રહી.ચા થઇ ગઈ એટલે બે કપમાં રેડી બંને પોતપોતાના કપ લઇ ડ્રોઈંગરૂમમાં ગયા.
                     ડ્રોઈંગરૂમમાં બંનેએ પોતાના કપ સેન્ટર ટેબલ પર મુકીદીધા. કપ મુક્યા પછી રાકેશ શયનકક્ષમાં ગયો. પાછો આવ્યો ત્યારે એના હાથમાં અમુક ડાયરીઓ હતી.એ બધી ટેબલ પર મુકીને બોલ્યો "આ આપણું સહિયારું સર્જન છે અને આજે પાછા આપણે જૂની યાદોને નવો શબ્દદેહ આપીએ. રાઈટ?રોમા "ઓકે" રાકેશે ફરી પૂછ્યું "લાગણીઓને વ્યક્ત કરવામાં પુરેપુરો સહયોગ મળશેને?" રોમા બોલી" અવશ્ય, તું જેવો  ઈચ્છે એવો તું ચાહીશ તો શબ્દોથી ને તું  ચાહીશ તો અભિનયથી" રાકેશનો ઉત્સાહીત સ્વરમાં બોલ્યો "શું વાત છે." એને એક ડાયરી ખોલી પહેલી રચના વાંચી
                                            ઝખ્મોને ક્યારેય ગણો નહિ
                                            આંસુઓનો સરવાળો કરો નહિ.
                                            જીવન માટે લડવું લડે છે પરિસ્થિતિઓથી,
                                            આંધીથી લડવાને બદલે
                                            ઓલવાઈ  જાય એ ખરો દીવો નથી
       રોમાએ  દાદ આપી "વાહ વાહ" રાકેશ બોલ્યો " જવાબ આપો મેડમ" રોમા ગળું ખોંખારીને બોલી " અવશ્ય"
                                            જો તારો સાથ હોય તો આંધી શું છે?
                                            કુદરતનો પણ સામનો કરી લઈશ
                                            લડવું નહિ લડીને જીતવું જરૂરી છે,
                                            એ પરાક્રમ આ  જગતને બતાવી દઈશ
      રાકેશ દાદ આપ્યા પછી બોલ્યો
                                            લડીશું અને જીતીશું આપણો સાથ
                                            કુદરતે જ નિભાવ્યો છે ને નિભાવશે
                                            સંઘર્ષ આપણું નસીબ
                                            વિધાતા પાસે ફરી  લખાવશે
      રોમા બોલી "ગજબના મૂડમાં લખી છે યાર " રાકેશ ફરી બોલ્યો
                                            નિષ્ફળતાઓના કારણે જીવનથી બહુ નારાજ હતો
                                            ખબર ન'તી મને કે  તે પારસમણી બનાવે છે
                                            રીત છે  જીવનની કે તે પહેલા નેગેટીવ
                                            અને પછી એને પોઝીટીવ બનાવે છે
                                           
                                           આજે મન કહે છે તને સ્પર્શ કરું
                                           મનના શમણાને સાકાર કરું
    રોમા તરફ આંગળી ચીંધીને  બોલ્યો
                                           દેખાય છે પારસમણીનું ક્લક્ષ્ય પણ હાથ રોકી જાય છે
                                           એક કદમ પણ દુર નથી લક્ષ્ય, પગ પાછા પડી જાય છે
    જયારે રાકેશ રચના વાંચી રહ્યો હતો ત્યારે રોમા રચના ના શ્રવણ સાથે સાથે એનો ચહેરો પણ વાંચી રહી હતી. રાકેશ ફરી બોલ્યો 
                                            મને ખબર છે તું મારી છે ઈચ્છવા છતાં તને અપનાવી નથી શકતો
                                            માળી છું પણ હકીકતની ધરા પર શમણાના ફૂલ ખીલવી નથી શકતો
    વ્યક્ત થયેલી લાગણીઓ વિષે એક ક્ષણ વિચારીને રોમાએ પૂછ્યું "તું કેવી રીતે અપનાવવાની વાત કરે છે કાયદાકીય, સામાજિક, કે પ્રાકૃતિક? પછી એક ક્ષણ રોકીને બોલી                        શું આ ફક્ત કાવ્ય છે કે છે તારા મનની ચાહત
                                           શું મારા માટે કરીશ તું આ  દુનિયાથી બગાવત
     પ્રશ્ન સાંભળી રાકેશ સ્મિત સહ રોમાની આંખમાં અંખ પરોવીને   બોલ્યો
                                           તું આને ફક્ત કાવ્ય સમજે એટલી નાદાન  નથી
                                           મુજ લાગણીઓથી તું સાવ   અનજાણ નથી
         રોમા ક્યાં એનાથી ઉતરતી શ્રેણીની વ્યક્તિ હતી.એ પણ રાકેશની આંખોથી  આંખો મિલાવીને  બોલી
                                           આ સત્ય છે કે,
                                           મારા દિલને તારા દિલથી
                                           તારા દિલને મારા દિલથી
                                                                  લાગણી છે
                                           પણ શું? આપણને એકાંતમાં
                                           મનસ્વી વર્તનની પરવાનગી છે ?
        રાકેશે  પ્રત્યુતર આપ્યો
                                           મનસ્વી કોને કહેવાય એનાથી અનજાણ રહેવું સારું છે
                                           મન કહે તે  કહો અને કરો એટલું જ માનવું મારું છે
        આ વેળા રોમા સમર્થનમાં બોલી " જો આજ તારો સિદ્ધાંત હોય તો હું નહિ રોકું  તને. મારી માનવું છે કે મન કદી ખોટું કરાવતું નથી" સમર્થન મળવાથી રાકેશનો જુસ્સો બેવડાઈ ગયો. એ બોલ્યો
                                           ફક્ત હિંમત ના આપ કઈક પથ પણ બતાવ
                                           એક હાથે તાલી ના વાગે હાથથી હાથ મીલાવ
        વાક્ય પૂરું થતા સુધી એને હાથ રોમા તરફ આગળ કર્યો . રોમાએ વધેલા હાથને સ્વીકાર્યો અને  હાથમાં હાથ  પરોવીઓને બોલી
                                           જે રાહ પર તું જઈશ હું  કળિયો બિછાવી દઈશ
                                           જો તે ફૂલ ન બની તો હું પાંપણો સજાવી દઈશ
                                           વિનંતી છે
                                           હાથમાં હાથ લીધો છે  હવે સાથ છોડીશ  નહિ
                                           સંબંધના વહાણને છીછરા કિનારે ડૂબાડીશ નહિ
      એક કસાન અટક્યા પછી એક લાંબો શ્વાસ ભરીને બોલી
                                           કાયરની જેમ જીવવું  મને નથી મંજુર
                                           પ્રાપ્ત કરી લો  પ્રેમ હું તમારી છું હજૂર
      આ શબ્દો  ઉચ્ચારતી વેળા અને પછી પણ રોમા રાકેશ સામે ચાતક નજરે જોઈ રહી.રાકેશ એની પાસે સરકતા બોલ્યો
                                           આ નિમંત્રણ  છે કે વ્યંગ જરા સ્પષ્ટતા કરો સનમ
                                           હું જે કરું  છું શું તું પણ કરે છે એ જ ચિંતન મનન
                                           જો તારું પણ હોય એ જ ચિંતન અને મનન તો
                                           અણમાનીતી સાંકળો તોડી દઈએ ને આપણા
                                           ઇતિહાસમાં એક યાદગાર ઘટના જોડી દઈએ
       રોમા પણ એની તરફ સરકતા સરકતા બોલી "મેં ક્યારેય તારા પર વ્યંગ કર્યાં છે  તે હવે કરીશ.હા એક વાત જરૂર કહીશ"
                                           લક્ષ્ય છે મુશ્કેલ મુશ્કેલ  છે સફર
                                           પણ રાખજે આપણો નિર્ણય અફર
                                           છેવટે તું છે મારા નસીબની રેખા
                                           કર્મ કર પણ જોઈ ન જાય અદેખા
                                        
                                           તને જ આપીશ તારી પાસે જ લઇશ
                                           તારા પ્રેમ વિના સંસારમાં શું કરીશ
                                           તને જ આપીશ તને જ પામીશ
                                           પ્રેમની લેવડદેવડ તારી સાથેજ કરીશ
        શબ્દો પુરા થતા થતા રોમા રોમા સોફા પર રાકેશને સ્પર્શીને બેસી ગઈ.રાકેશ એને આલિંગનમાં લેતા લેતા બોલ્યો "મને ખબર છે શું કરો રહ્યો છું પ્રકૃતિનો નિયમ પાળી રહ્યો છું" શબ્દો પુરા થયા ત્યાં સુધી રાકેશે રોમાને આલિંગનમાં લઇ લીધી  અને રોમા'ય રાજી રાજી આલિંગનમાં સમાઈ ગઈ. આલિંગનબદ્ધ સ્થિતિમાં રાકેશ બોલ્યો "
                                          આપણે સમજી લીધો એક બીજાનો ઈશારો
          પછી સામે ભીંત પર જડાયેલા પૂર્ણ કદના અરીસા  સામે જોઇને બાકી શબ્દોને હવા માં તરતા મુક્યા
                                          અરીસામાં જો  જરા  કેટલો સુંદર છે નજારો
         રાકેશના સંકેત પર રોમાએ અરીસા તરફ જોયું અને  બંને એક સાથે  હસી પડ્યા.અચાનક રોમાએ પૂછ્યું "અરીસા સિવાય તો આપણને કોઈ જોઈ નથી રહ્યું ને?" બંને જણાની નજર ફ્લેટના ખુલ્લા દરવાજા પર પડી.રોમાએ  આલિંગનમાંથી મુકત થઇ દરવાજો બંધ કર્યો  અને ત્યાં ઉભા ઉભા બોલી
                                          રૂમનો દરવાજો બંધ કરીને ભાગ્યના દ્વાર ખોલી રહી છું
                                          વાદકનું નિમંત્રણ સ્વીકારી વાદ્યની બોલી બોલી રહી છું
         વાક્ય પૂરું કરીને તે પાછી રાકેશના આલિંગનમાં ખોવાઈ ગઈ. બે એક કસાન આલિંગનમાં રહ્યા પાછી બોલી
                                          સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો એ પ્રયોગ કરો રહ્યો છે તું
                                          અંદાજ પ્યારા લાગે છે તારા ભલે 'સિતમ' કરી રહ્યો છે તું
        ફરી એક લાંબો શ્વાસ બહીને બોલી
                                          હીરાના હર કદી માંગ્યા નથી ઉપહારમાં
                                          બસ તારો સાથ જોઈએ છે આ સંસારમાં
                                          સફરનો એક સાથી સમજી ભૂલીન જતો
                                          'ઈજ્જતનું ઘરેણું' સોંપી રહી છું પ્યારમાં
       રોમાના મુખેથી સ્પષ્ટ સ્વીકારોક્તિ સાંભળી રાકેશ બોલ્યો
                                          તારી આટલી છે તૈયારી તો એક વાત હું પણ કહું છું
                                          તારી  ખુશી  સઘળા ગમ તારા આજ પછી છે મારા

                                          ક્યારેક જીવનમાં એવા પડાવ પણ આવે છે
                                          જયારે  દિલ જીગરને  હિંમત ચુર થઇ જાય છે
                                       
                                          પણ જે થાકતા નથી હારતા નથી એમના
                                          માટે લક્ષ્ય સામા પગલે ચાલીને આવે છે
         આટલું બોલ્યા પછી રાકેશે પોતાને હોઠ રોમાના 'ફૂલો' પર મુક્યા જેનો રોમાએ સહર્ષ સ્વીકાર કર્યો. રાકેશે રસપાન શરુ કરો દીધું.રસપાન બાદ રસપાન દરમ્યાન મનમાં ઉદભવેલા વિચારને રોમાએ વાણીદેહ આપ્યો
                                          શ્વાસોના આ સંબંધને જીવનભર નિભાવજે
                                          શ્વાસની ગૂંથણીને ખુબ મજબુત બનાવજે
        શબ્દો હવામાં વેરાયા પછી રોમા રસપાનમાં વ્યસ્ત થઇ ગઈ.રસપાન દરમ્યાન જે લાગણીઓ મનમાં ઉભરી એને રસપાન બસ ફરી હવામાં છુટા મુક્યા
                                          મારા શ્વાસોચ્છવાસ મહેક્યાં જયારે તે ફૂલો પર ફૂલ મુક્યા
                                          ઘેલી થઇ....................ને  સુગંધસાગરમાં હું એવી ડૂબી કે
                                          તમા........................મ  જીવન સિદ્ધાંતોને મેં કોરાણે મુક્યા
                                          સુગંધના સાગરમાં પ્રેમના  વહાણમાં સફર કરવી છે
                                          આનંદાતિરેકમાં સંતોષના તટે મન મુકીને ફરવું છે
                                          મેં ઘેલીએ એવું સાંભળ્યું છે કે
                                          પ્રેમસાગરમાં તો ડૂબનાર જ તરી શકે છે
                                          સ્વને ગુમાવનાર જ સંતોષતટે ફરી શકે છે
                                          એટલો મારી પાસે આવ કે વચ્ચે કોઈ દીવાર ન રહે
                                          અને એટલી દુરી પણ રહે કે ખોળો મારો બેદાગ રહે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો