મીઠડું છે ગીત મારું સાંભળો
ગીતમાં છે પીડ મારી સાંભળો
બાળકોનાં દફ્તરોના ભાર ની
ધ્યાન દઈને વાત થોડી સાંભળો..મીઠડું
ચોપડીઓ કેટલી જાડી થઈ
નોટબૂકો કેટલી કાળી થઈ
આપુ તમને હું જવાબો વ્યંગમાં
કેટલું છે યાદ મુજને સાંભળો..મીઠડું
ભાર કુમળી કેડ પર છે એટલો
કો'ક મંત્રી કેડ પર હો જેટલો
તોડશે એ કેડને જો જો કદી
બાળપણની છે વ્યથા આ સાંભળો..મીઠડું
રોજ વહેલો હું નિશાળે જાઉંને
સૂર્ય આવે તે પછી આકાશમાં
સૂર્ય ડૂબે રાત આવે તે પછી
ક્લાસમાંથી ઘેર પહોંચું સાંભળો..મીઠડું
અભણ અમદાવાદી
ગીતમાં છે પીડ મારી સાંભળો
બાળકોનાં દફ્તરોના ભાર ની
ધ્યાન દઈને વાત થોડી સાંભળો..મીઠડું
ચોપડીઓ કેટલી જાડી થઈ
નોટબૂકો કેટલી કાળી થઈ
આપુ તમને હું જવાબો વ્યંગમાં
કેટલું છે યાદ મુજને સાંભળો..મીઠડું
ભાર કુમળી કેડ પર છે એટલો
કો'ક મંત્રી કેડ પર હો જેટલો
તોડશે એ કેડને જો જો કદી
બાળપણની છે વ્યથા આ સાંભળો..મીઠડું
રોજ વહેલો હું નિશાળે જાઉંને
સૂર્ય આવે તે પછી આકાશમાં
સૂર્ય ડૂબે રાત આવે તે પછી
ક્લાસમાંથી ઘેર પહોંચું સાંભળો..મીઠડું
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો