શનિવાર, 3 ડિસેમ્બર, 2011

બાળકના સવાલ

મમ્મી ક્હેને કેમ છે આવું
જેવું જે છે કેમ છે એવું
'અભણ' ન રહેવું મારે મમ્મી
જાણવું છે મારે સઘળું મમ્મી
ફૂલો એ કેમ ફૂલ છે ને
કાંટા એ કેમ કાંટા છે?
ફૂલો ને સૌ પ્રેમ કરે ને
કાંટા ને કેમ ધિક્કારે? મમ્મી
સૂરજ રોજ સવારે આવે
સાંજે કેમ કદી ન આવે?
ચાંદો કેમ વધતો જાય
પાછો કેમ ઘટતો જાય? મમ્મી
જાણવું છે મારે મમ્મી
સૌ ધર્મોમાં ફાંટા છે કેમ?
સૌ માને જો ભગવન ને તૌ
ઘર ભગવનનાં જુદા છે કેમ? મમ્મી
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો