શનિવાર, 3 ડિસેમ્બર, 2011

વ્હાલી મમ્મી

મમ્મી મારી મુજને વ્હાલી

મા ની મમતા મધની પ્યાલી

મમ્મીનો છું લાડકવાયો 

ફૂલ છું હું મમ્મી માળી

નિત્ય વાનગી નવી જમાડે

પીરસે મુજને પહેલી થાળી

રાત અને દિ' કરતી મહેનત

જુવે ના તે કઈ છે પાળી

પૂરું પોષણ મુજને આપે

પી લે પોતે ખાલી પ્યાલી

મોટો થઈને રાજ કરાવું

એ વિણ તો મુજ જીવન ખાલી

અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો