રૂપ વનમાં તું ભમી લે બેધડક
ઠાઠ વનનાં ભોગવી લે બેધડક
ચાર પળની ચાંદની છે જિન્દગી
ચાંદ ની સાથે રમી લે બેધડક
ભોગ સુંદર ભોગ છું હું લાજવાબ
ભોગ યૌવનનો ધરી લે બેધડક
પ્રેમનાં પકવાનથી ભરપૂર છું
રૂપની થાળી જમી લે બેધડક
દિવ્ય જ્વાળા છે તરસ તું તૃપ્ત કર
દીપ ઠારે તું ઠરી લે બેધડક
વ્યાજબી છે ફૂલની સૌ માંગણી
પ્રેમ છે પૂજા કરી લે બેધડક
જો રહેવું 'અભણ' તો પ્રેમનાં
પાઠ મુજ પાસે ભણી લે બેધડક
અભણ અમદાવાદી
ઠાઠ વનનાં ભોગવી લે બેધડક
ચાર પળની ચાંદની છે જિન્દગી
ચાંદ ની સાથે રમી લે બેધડક
ભોગ સુંદર ભોગ છું હું લાજવાબ
ભોગ યૌવનનો ધરી લે બેધડક
પ્રેમનાં પકવાનથી ભરપૂર છું
રૂપની થાળી જમી લે બેધડક
દિવ્ય જ્વાળા છે તરસ તું તૃપ્ત કર
દીપ ઠારે તું ઠરી લે બેધડક
વ્યાજબી છે ફૂલની સૌ માંગણી
પ્રેમ છે પૂજા કરી લે બેધડક
જો રહેવું 'અભણ' તો પ્રેમનાં
પાઠ મુજ પાસે ભણી લે બેધડક
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો