જાણવું જો તારે સઘળું જેવું જે છે તેવું છે કેમ
થોડું ઘણું હું બતાવું બાકી માટે ભણવું પડશે જાણવું
સૌને આપે ફૂલ સુગંધ માટે એને પ્રેમ કરે સૌ
કાંટા વાગી લોહી વહાવે માટે એને ધિક્કારે સૌ જાણવું
સૂરજ ઉગે 'તે' જ સવાર સૂરજ ડૂબે 'તે' છે સાંજ
વધતો ઘટતો કેમ ચાંદો જાણવાને ભણવું પડશે. જાણવું
ભગવન તો છે એક પણ ધર્મો એના રસ્તા છે
જેમ તારી સ્કૂલ છે એક ને રસ્તા સૌના જુદા છે જાણવું
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો