શનિવાર, 3 ડિસેમ્બર, 2011

દરબાર

દર્દના દરબારમાં આ કોણ આવ્યું?
પૂર આંખોની નદીમાં કોણ લાવ્યું?

રાજી છું લીલોતરા એકાંતમાં હું
યાદોને સળગાવી દેવા કોણ આવ્યું?

દિલનાં જખ્મો પર નમક ભભરાવવાનો,
હિટલરી આદેશ ક્યાંથી કોણ લાવ્યું?

બે ખબર મેં મેળવી એક જ ખબરમાં
આંસુ ઝરતી રસમલાઈ કોણ લાવ્યું?

લુગડાને જાહેરમાં ધોવાય? ના...તો
મેલ સઘળો ચેનલો પર કોણ લાવ્યું?

આંખને માની નગર વસવાટ કરવા
દેહ પાણીનો ધરીને કોણ આવ્યું?

પોતાના પગ પર કુહાડી મારનારા
પૂછે છે ઘાતક સુનામી કોણ લાવ્યું?
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો