સાકી છું હું, શબદ મદિરા, પીવડાવી શકું છું
કાવ્યાકાશે, રસ કનકવો, હું ચગાવી શકું છું
'તારા' મારા, બસ ઝળહળે, છે ઘણી લાગણીઓ
કાવ્યોનાં તો, નિત ચણતરો, હું ચણાવી શકું છું
ઢાળી મીઠા, સરગમ સુરો, ગાયકોના ગળામાં
ભાવોને જો, હળુ હળુક રે, હું નચાવી શકું છું
રોગીઓની, ભજન કથની, આભ ફાટે પછી શું?
ચિંતાઓને, પળ કવનની, હું બનાવી શકું છું
કાવ્યો મારા, પરત કરજો, જો ન આવે મજા તો
અસ્વીકાર્ય, પરત લઇને, હું પચાવી શકું છું
વાસી છું હું, બિલકુલ નવો, છંદની આ ગલીમાં
શેરો ગીતો, 'અભણ' રહી ને, હું રચાવી શકું છું
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો